Saturday, November 7, 2009

Translation of a Gujarati Poem by Nikhil Joshi



સ્થિતિ

સૂરજ ઉગતો નથી આથમતો.
ઢળેલો ચહેરો મેજ પર હાથ ઢોળાયેલો.
અઢળક સફરજનના ઢગમાં મારા પૂર્વજો દટાયેલા.
યાન અવકાશમાં સફર્યે જતું.
ગ્રહ નક્ષત્રો છેદી. એ હું.
અચાનક મારો વિસ્ફોટ થતા અગણિત જીવાણુ ઊછળશે.
જીવાણુના પડછાયાથી સૂરજ ઢંકાશે તે રાત્રિ.

પૃથ્વીના પડ તોડતા
એક પછી એક. અનેક.
એમ તળ પાતાળ છેક છેદતા
ફરી ત્યાંથી અફાટ એ જ આકાશ ઘૂઘવતું દેખાય એ દિવસ.

આરસ મેજ ચોરસ પાથરી બેઠો હતો
અને મેજ પર હાથ ઢોળાયેલો.

આઘેઆઘેના પથ્થરિયા મેદાનથી
ગબડતું સફરજન આવી
મારા પગ કને થંભી ગયું છે.

Translation of the given poem:

State / Condition/ Hands Spilt on Table

Neither rises nor sets the sun

Pale face

Hands spilt on table

My ancestors buried beneath ample of apples


Shuttle moving in space

Splitting planets and constellation, it’s me

A sudden explosion of mine causes a blast of innumerable minute creatures.


Sun covered by its shadow makes a night

Breaking down the layers of the earth

One after another…and many more…

Piercing abyss of the earth

And over there again seen endless sky that makes a day.


Sitting around my marbled square table

Hands spilt on table.


From far away stony land

An apple moving towards me

Has stopped nearby my foot.

(TRANSLATED BY: NIKHIL JOSHI)

No comments: